गुजरात में भास्कर ग्रुप के दिव्य भास्कर एवं गुजरात समाचार के बीच की प्रतिद्वंद्विता जग जाहिर है. दोनों अखबार एक दूसरे के खिलाफ मौका मिलने पर मौका नहीं चूकते हैं. पिछले दिनों भास्कर ग्रुप के अखबार डीबी स्टार से जुड़े पत्रकार प्रसन्न भट्ट के जमीन घोटाला मामले में फंसने के बाद गुजरात समाचार ने भास्कर समूह के खिलाफ मोर्चा खोल लिया था. इस बाद मौका भास्कर समूह के हाथ लगा है. गुजरात समाचार के मालिक खमम शाह समेत पुलिस ने 41 लोगों को गिरफ्तार किया है. मामला एक पार्टी में हो हल्ला तथा शराब पीने से जुड़ा हुआ है. आप भी पढ़ सकते हैं दिव्य भास्कर में प्रकाशित इस खबर को.
દારૂની મહેફિલ, ગુજરાત સમાચારના અમમ શાહ સહિત ૪૧ ઝડપાયા
: માત્ર બ્રેથ એનલાઈઝરને આધારે મહિલાઓને છોડી મુકાતાં રમત રમાયાની શંકા : હર્ષ સતિષચંદ્ર શાહની વેડિંગ એનિવર્સરીની થીમ પાર્ટીમાં મ્યુઝિક અને બૂમાબૂમ થતાં પોલીસને બાતમી મળી : ૧૯ યુવતીઓને અટકમાં લેવાયાં બાદ છોડી મુકાઈ, દારૂની ૯ બોટલ મળી આવી : સી.જી. રોડ પરના ચિનાઈબાગ કો.ઓ. હાઉસિંગ સોસાયટીના વૈભવી ફલેટમાં રવિવારે ભરબપોરે ચાલી રહેલી દારૂની મહેફિલ પર દરોડો પાડી પોલીસે ગુજરાત સમાચારના અમમ શ્રેયાંસભાઈ શાહ સહિત ૪૧ યુવક-યુવતીઓને અટકમાં લીધાં છે. ફ્લેટમાંથી પોલીસને મોંઘીદાટ સ્કોચ વ્હીસ્કીની ૯ બોટલ મળી આવી છે, જેમાંથી કેટલીક ખુલ્લી છે તો કેટલીક પેક છે. બીજી બાજુ અમમ શાહને અટકમાં લેવાયા હોવાથી ભલામણનો દોર શરૂ થઈ ગયો હતો, જેથી ક્રાઇમબ્રાન્ચના અધિકારીઓએ ફોટોગ્રાફર્સ અમમ શાહનો ફોટો ન પાડે તેનું ખાસ ધ્યાન રાખ્યુ હતું.
એટલું જ નહીં સામાન્ય આરોપીઓને લોકઅપમાં ધકેલી દેતી ક્રાઇમબ્રાન્ચે આ મોંઘાદાટ મહેમાનોને એ.સી. રૂમમાં બેસાડી તેમની સરભરા માટે ખાસ પોલીસ કોન્સ્ટેબલો તહેનાત કરી દીધા હતા. ક્રાઇમબ્રાન્ચે સત્તાવાર રીતે કહ્યું હતું કે અટકમાં લેવાયેલાં તમામ સ્ત્રી-પુરુષોનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે અને ત્યારબાદ જે દારૂ પીધેલી હાલતમાં હશે તેમની સામે કેસ કરવામાં આવશે. જો કે ક્રાઇમબ્રાન્ચે ફલેટના માલિક હર્ષ શાહને આરોપી બતાવવામાં જરા પણ વિલંબ કર્યો ન હતો. જોકે રાત્રે આશરે ૯.૪પ વાગ્યે તમામ મહિલાઓને છોડી મુકાઈ હતી.
ઘટનાની હકીકત એવી છે કે, ચિનાઈબાગમાં રહેતા હર્ષ સતિષભાઈ શાહ (ઉં.વ.૩૦)ની વેડિંગ એનિવર્સરી હોવાથી તેણે કિંગ એન્ડ ક્વીનની થીમથી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં અમમ શાહ અને તેમની પત્ની સહિતના મહેમાનો બીએમડબલ્યુ, આઉડી જેવી કાર લઈને બપોરે ત્રણેક વાગ્યે ચિનાઈબાગમાં પહોંચી ગયાં હતાં. લગભગ રવિવારે બપોરે એક વાગ્યે પાર્ટી શરૂ થઈ હતી, જેમાં એક રૂમમાં કેટલાક પુરુષો દારૂની ચુસકી માણી રહ્યા હતા, જ્યારે કેટલીક મહિલાઓ બીજા ખંડમાં દારૂની મહેફિલ માણી રહી હતી. આ દરમિયાન ઊંચા અવાજે મ્યુઝિક વાગતું હોવાથી તથા ધાંધલધમાલ થતી હોવાથી આ જ વિસ્તારમાં રહેતા એક પોલીસ ઇન્સ્પેક્ટરે ક્રાઇમબ્રાન્ચને ફોન કરી દેતાં એક સબ ઇન્સ્પેક્ટર તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા.
રૂમનો દરવાજો ખોલતાં જ તેમાં કેટલાંક સ્ત્રી-પુરુષો દારૂની મહેફિલ માણી રહ્યાં હતાં. માત્ર સબ ઇન્સ્પેક્ટરને જોઈને પાર્ટીમાં હાજર તવંગરો તેમને ગાંઠયા ન હતા, તેથી સબ ઇન્સ્પેક્ટરે ફોન કરતાં ક્રાઇમબ્રાન્ચના પીઆઇ પરેશ સોલંકી અને પી.એન. સરવૈયા ત્યાં દોડી ગયા હતા અને અમમ શાહ સહિત તમામને ક્રાઇમબ્રાન્ચની ઓફિસે લઈ આવ્યા હતા. અટકમાં લેવાયેલા તમામને ક્રાઇમબ્રાન્ચમાં લવાતાં જ તેમના મળતિયા લોકો ત્યાં દોડી આવતાં ક્રાઇમબ્રાન્ચની કચેરીની બહાર ભીડ એકત્ર થઈ ગઈ હતી.
ગુજરાત સમાચારના અમમ શાહને ક્રાઇમબ્રાન્ચમાં લવાયા હોવાની વાત વહેતી થતાં ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારો અને ફોટોગ્રાફર્સ ક્રાઇમબ્રાન્ચની કચેરી પર એકત્ર થઈ હતા. આ સમયગાળા દરમિયાન ક્રાઇમબ્રાન્ચ પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓના ફોન આવતાં તેમણે પણ આરોપીઓને ફોટોગ્રાફર્સથી છુપાવવાના પ્રયાસ શરૂ કરી દીધા હતા. સાંજે ચાર વાગ્યે પકડાયેલા આરોપીઓને છેવટે રાતના અંધકારમાં લગભગ ૮.૪૦ વાગ્યે મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલે લઈ જવાયા હતા.
મહેફિલમાંથી ઝડપાયેલા નબીરા
– હર્ષ શાહ
– અમમ શાહ
– મધુર તોડી
– સિદ્ધાર્થ ગાંધી
– સંજિત લાવસી
– ભાવિન પરીખ
– સુમીત અગ્રવાલ
– અમિત ગુપ્તા
આ ઉપરાંત અન્યોની હજુ મેડિકલ ટેસ્ટ ચાલી રહી છે.જેમના નામ પોલીસે જાહેર કર્યા નથી.
ઢાંક પીછોડાના પોલીસના ખુલ્લેઆમપ્રયાસો
પોલીસે શું છીંડા રાખ્યાં
૧. બ્રેથ એનલાઇઝરનો ઉપયોગ કરી દારૂ પીધો છે કે કેમ તે નક્કી કરાયું
૨. દારૂની મહેફિલમાંથી ઝડપાયેલાઓના વાહનો અને મોબાઈલ જપ્ત ન કરાયાં
૩. હર્ષ શાહના ફ્લેટમાંથી મ્યુઝિક સિસ્ટમ જપ્ત નથી કરી
૪. પકડાયેલાઓને બ્લડ ટેસ્ટ માટે ૪થી પ કલાક મોડાં લઈ જવાયાં
પ. હર્ષ શાહનો ફ્લેટ સીલ ન કયોર઼્
૬. મોડી રાત સુધી પકડાયેલાઓના નામો જાહેર ન કર્યાં
પરિણામ શું?
૧. બ્લડ ટેસ્ટ પહેલાં જ નબીરાઓ છૂટી ગયા
૨. વાહનમાં દારૂ છે કે નહીં તે જાણી ન શકાયું. ભલામણોનો દોર શરૂ થયો
૩. મ્યુઝિક સિસ્ટમ અંગે ગુનો નોંધી ન શકાયો.
૪. સચોટ રીતે આરોપીઓને પકડવાની તક ગુમાવી
પ. પુરાવાના નાશની તક
૬. વગદાર નબીરાઓને છાવરી લીધાં.
ઘટનાક્રમ
બપોરે ૧.૦૦ વાગ્યે ચિનાઈબાગના ફ્લેટમાં દારૂની મહેફિલ શરૂ થઈ
બપોરે ૩.૦૦ વાગ્યે : ઘોંઘાટ થતો હોવાની પોલીસમેનને બાતમી મળી
બપોરે ૩.૩૦ વાગ્યે : પીએસઆઇ ફ્લેટ પર પહોંચ્યા.
બપોરે ૪.૦૦ વાગ્યે : ક્રાઇમબ્રાન્ચના અધિકારીઓ
ફોટોગ્રાફર્સને જોઈને અટકમાં લેવાયેલા મોં સંતાડીને ભાગ્યા
ક્રાઇમબ્રાન્ચના પ્રાંગણમાં જ્યારે અટકમાં લેવાયેલાને લવાયા ત્યારે ત્યાં હાજર પત્રકારો અને ફોટોગ્રાફર્સને જોઈને તમામ મોં સંતાડીને ભાગ્યા હતા, જેમાં ગુજરાત સમાચારના અમમ શાહ પણ સામેલ હતા.
રાજા અને રાણીના વેશમાં બધાં આવ્યાં હતાં, પરંતુ પોલીસે કપડાં બદલાવ્યાં
પાર્ટીની થીમ કિંગ એન્ડ ક્વીન હોવાથી તમામ આમંત્રિતો રાજા અને રાણીના વેશમાં આવ્યાં હતાં, પરંતુ રેડ પડતાં જ બધાના હોશ ઊડી ગયા હતા. રાજા-રાણીના ડ્રેસમાં કઈ રીતે પોલીસની ગાડીમાં બેસવું તે મૂંઝવણમાં બધા જ મુકાઈ ગયા હતા, તેથી પોલીસે તેમને કપડાં બદલવાનો સમય આપ્યો હતો. તેથી અટકમાં લેવાયેલા મોટા ભાગના બરમુડા અને ટી-શર્ટમાં સજ્જ હતાં.
બહારના માણસો અટકમાં લેવાયેલાઓની સરભરા કરતા હતા
એક બાજુ ક્રાઇમબ્રાન્ચે પત્રકારો અને ફોટોગ્રાફર્સને પ્રાંગણની બહાર કાઢી મૂક્યા હતા, ત્યાં અટકમાં લેવાયેલાની સરભરા માટે તેમના પરિચિતો આરામથી ઠંડા પાણીની બોટલો આપી તેમની સરભરા કરતાં નજરે પડતા હતા.
કઈ કઈ બોટલો
બે બોટલ માર્ટીની વ્હીસ્કી, ૧ બોટલ જ્હોની વોકર ડબલ બ્લેક, ૧૪ બોટલ કિંગફીશર બીયર, ૩ બોટલ લેફરોઇગ, ૨ બોટલ સોબીએસ્કી અને એક બોટલ બકાર્ડી.
ક્રાઈમ બ્રાન્ચનું બહાનું, પરમિટ ક્રોસ ચેક થશે
ક્રાઇમબ્રાન્ચે પત્રકારોને કહ્યું હતું કે, દારૂની મહેફિલમાંથી અટકમાં લેવાયેલા પૈકી કોની પાસે દારૂની પરમિટ છે તે અમે ક્રોસ ચેક કરીએ છીએ. જો કે ચર્ચા એવી છે કે જે મંડળીમાં ગેરકાયદે કૃત્ય થતું હોય તે મંડળીમાં હાજર પણ એટલા જ જવાબદાર હોવા જોઈએ.
વાહનો અને મોબાઈલ કેમ કબજે ન લીધાં
દારૂની મહેફિલમાં જ્યારે પણ દરોડા પડે છે ત્યારે પોલીસ અટકમાં લેવાયેલા શખ્સોનાં વાહનો અને મોબાઈલ પણ અચૂક કબજે લેતી હોય છે, પરંતુ આ 'ખાસ’ કિસ્સામાં ક્રાઇમબ્રાન્ચે એક પણ વાહન કબજે લીધું ન હતું. તેમનું કહેવું હતું કે 'વાહનોમાંથી થોડો દારૂ મળી આવ્યો છે?’
'મેડિકલ ટેસ્ટ બાદ નામ જાહેર કરીશું’
કુલ ૨૨ પુરુષ અને ૧૯ મહિલાઓને અમે અટકમાં લીધાં છે. તેમાંથી કેટલાએ દારૂ પીધો છે તેનો મેડિકલ ટેસ્ટ કરાવીને જ અમે આરોપીઓનાં નામ જાહેર કરીશું. અમમ શાહ નામની વ્યક્તિને અમે અટકમાં લીધી છે, પરંતુ મેડિકલ ટેસ્ટ બાદ તેમને આરોપી તરીકે લેવા કે નહીં તે નક્કી થશે.’ – હિમાંશુ શુકલા, ડીસીપી ક્રાઇમબ્રાન્ચ





